Posts

Showing posts with the label Dessert

Carrot Halwa | ગાજર નો હલવો

Image
This recipe has been contributed by Kalpana Kansara સામગ્રી: ગાજર - ૧ કિલો દૂધ - ૫૦૦ ગ્રામ ખાંડ - ૧ ૧/૨ કિલો માવો - ૧૦૦ ગ્રામ એલચી, કાજુ, બદામ ઇચ્છાનુસાર ઘી - ૧ કપ રીત: સૌ પ્રથમ ગાજર ને છીણી લેવા.એક વાસણ માં દૂધ ગરમ કરી તેમાં ગાજર નું છીણ બફવું.  દૂધ બળી જાય એટલે તેમાં ખાંડ નાખવી.ખાંડ ઓગળી જાય એટલે તેમાં ઘી નાખી થવા દેવું. દૂધ ને ખાંડ બળી જાય અને ઘી છૂટું પડે ત્યાં સુધી થવા દેવું. થઈ જાય એટલે એક બાઉલ માં કાઢી તેના પર કાજુ, બદામ અને એલચી ઉપર  નાખવા.  તૈયાર છે ગરમા ગરમ ગાજર નો હલવો! This recipe has been contributed by Kalpana Kansara

Date & Peanut Laddu | ખજૂર સીંગ ના લાડુ

Image
This recipe has been contributed by Jayhsri Budh સામગ્રી: ૧) બી વગરનો ખજૂર 300 ગ્રામ ૨) શેકીને અધકચરા વાટેલા સીંગદાણા 250 ગ્રામ ૩) ઘી  ચાર ચમચી ૪) સુઠ પાવડર અને ગંઠોડાનો પાવડર જરૂરિયાત મુજબ સમય:- 15 મિનિટ   બનાવવાની રીત: સૌ પ્રથમ એક કઢાઈમાં ચાર ચમચી ઘી નાંખી ગરમ કરવું. ત્યારબાદ તેમાં ખજૂર નાખી બરાબર હલાવો. જ્યાં સુધી ખજૂર માંથી ઘી છુટું પડે નહીં  ત્યાં સુધી હલાવતા રહેવું.  ઘી છૂટું પડે ત્યાર બાદ તેમાં સૂંઠ પાઉડર અને ગંઠોડાનો પાઉડર નાખી મિક્સ કરવું. ત્યારબાદ તેમાં અધકચરા વાટેલા સીંગદાણા નાખીને બરાબર મિક્સ કરવું. આ મિશ્રણને ધીમા તાપે હલાવતા રહેવું. બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેની મિશ્રણને એક અલગ વાસણમાં કાઢી રૂમ ટેમ્પરેચર  પર આવે ત્યાં સુધી રાખી મુકો. પછી તેના નાના નાના ગોળ લાડુ વાળવા. થઈ ગયા તૈયાર ખજૂર સીંગ ના લાડુ. This recipe has been contributed by Jayhsri Budh

Surti Ghari | સુરતી ઘારી

Image
This recipe has been contributed by Margi Kunjan સામગ્રી: દૂધ -  ૩ લિટર (હેવી ફેટ ) ખાંડ - ૬૦૦ ગ્રામ  મિક્ષ ડ્રાય ફ્રૂટ - ૨૫૦ ગ્રામ એલચી પાવડર - ૧ ચમચી ઘી - ૫૦૦ ગ્રામ મેંદો - ૨૫૦ ગ્રામ  ચણા નો લોટ - ૨ ચમચી કેસર - ચપટી નોંધ: ત્રણ લિટર દૂધ માંથી અંદાજીત ૫૦૦ ગ્રામ માવો તૈયાર થાય.. સમય: ૨ કલાક બનાવની રીત: સૌપ્રથમ  કઢાઈ માં દૂધ  નાખી ખુબ જ હલાવવું .  અને ઉકાળવું. એમાથી મોળો માવો તૈયાર થશે. ત્યારબાદ તેને ઠંડો પાડવો. એક કઢાઈ માં બે ચમચી ઘી મૂકી, ચણા નો લોટ ધીમે થી  શેકવો. તેમાં મોળો માવો નાખી  ધીમા તાપે  હલાવવો. તેમાં ચપટી કેસર નાખી ધીમા તાપે હલાવવું. તેને ઠંડુ પડવા દેવું. ત્યારબાદ તેમાં અધકચરા વાટેલા ડ્રાય ફ્રુટ, એલચી પાવડર તથા દળેલી ખાંડ નાખવી. તેના  અદાજીત ૧૫ મોટા ગોળા વળવા. તે માવા ના ગોળા ને ફ્રીઝ મૂકવા. એક વાસણ માં મેંદા નો લોટ લઈ,  તેમાં બે ચમચી ગરમ ઘી  નાખી રોટલી જેવો લોટ બાંધવો. ત્યારબાદ તે લોટ ને થોડીવાર રહેવા દેવો. તે લોટ ના પૂરી જેવા નાના નાના લુવા કરી પાતળી પૂરી વણવી. તે પુરીમ...

Tal ni chikki | તલ ની ચીક્કી

Image
શિયાળા ની ઠંડી નું મીઠી મીઠી તલ ની ચીકી દ્વારા સ્વાગત .... હમમ ... વાચી ને મો માં પાણી આવી ગયું ને ... તો ચાલો જોઈએ કેવી રીતે બને તલ ની ચીકી ફટાફટ ... This recipe has been shared by Purvi Chintan Mehta Engineer. સામગ્રી : સફેદ તલ ૫૦૦ ગ્રામ ચીકી નો ગોળ અંદાજીત ૫૦૦ થી   ૬૦૦ ગ્રામ અડધી ચમચી તેલ - પ્લાસ્ટિક પર લાગવા માટે સમય :   ફ્કત ૧૦   મિનિટ રીત : સૌપ્રથમ એક કઢાઈ માં તલ ને ગેસ પર ધીમા તાપે શેકો . તલ શેકાઈ જાય પછી તેને એક વાસણ માં કાઢી લો .  તલ ઠંડા થાય ત્યાં સુધી ચીકી માટે ની આગળ જોઈતી વસ્તુ ની તૈયારી કરી લેવી - જેમકે બે પ્લાસ્ટિક ના કાગળ , તેમાં એક એક સાઈડ બંન્ને કાગળ પર તેલ લગાડો . વેલણ પર પણ તેલ લગાડી દો . એક વાર તેલ લગાડ્યા બાદ વારંવાર તેલ લગાડવું નહી .    હવે એક કઢાઈ લો તેને ગેસ પર ધીમા તપે મૂકો . તેમાં બે નાની ચમચી જેટલું પાણી નાખો . ત્યારબાદ તેમાં થોડોક ( એક નાની પૌઆ ખાવાની   ચમચી )...