Surti Ghari | સુરતી ઘારી
This recipe has been contributed by Margi Kunjan
સામગ્રી:
- દૂધ - ૩ લિટર (હેવી ફેટ )
- ખાંડ - ૬૦૦ ગ્રામ
- મિક્ષ ડ્રાય ફ્રૂટ - ૨૫૦ ગ્રામ
- એલચી પાવડર - ૧ ચમચી
- ઘી - ૫૦૦ ગ્રામ
- મેંદો - ૨૫૦ ગ્રામ
- ચણા નો લોટ - ૨ ચમચી
- કેસર - ચપટી
નોંધ: ત્રણ લિટર દૂધ માંથી અંદાજીત ૫૦૦ ગ્રામ માવો તૈયાર થાય..
સમય: ૨ કલાક
બનાવની રીત:
- સૌપ્રથમ કઢાઈ માં દૂધ નાખી ખુબ જ હલાવવું . અને ઉકાળવું. એમાથી મોળો માવો તૈયાર થશે. ત્યારબાદ તેને ઠંડો પાડવો.
- એક કઢાઈ માં બે ચમચી ઘી મૂકી, ચણા નો લોટ ધીમે થી શેકવો. તેમાં મોળો માવો નાખી ધીમા તાપે હલાવવો. તેમાં ચપટી કેસર નાખી ધીમા તાપે હલાવવું. તેને ઠંડુ પડવા દેવું.
- ત્યારબાદ તેમાં અધકચરા વાટેલા ડ્રાય ફ્રુટ, એલચી પાવડર તથા દળેલી ખાંડ નાખવી. તેના અદાજીત ૧૫ મોટા ગોળા વળવા. તે માવા ના ગોળા ને ફ્રીઝ મૂકવા.
- એક વાસણ માં મેંદા નો લોટ લઈ, તેમાં બે ચમચી ગરમ ઘી નાખી રોટલી જેવો લોટ બાંધવો. ત્યારબાદ તે લોટ ને થોડીવાર રહેવા દેવો.
- તે લોટ ના પૂરી જેવા નાના નાના લુવા કરી પાતળી પૂરી વણવી. તે પુરીમાં માવા ના મોટા ગોળા મૂકવા અને ઘારી નો શેઇપ આપવો.આ રીતે બીજી બધી ઘારી તૈયાર કરવી. ૧૫ મિનિટ તે ઘારી ને ફ્રિઝ માં રાખવી.
- ત્યારબાદ કઢાઈ માં ઘી મૂકી તે ઘારી ને ધીમા તાપે તળવી. અને ૧૦ મિનિટ બહાર જ ઠંડી થવા દેવી ..
- ત્યારબાદ એક વાસણમાં ઘી લઈ તે ઘારી ને ઘી માં ડુબાડી દેવી, અને બહાર કાઢી ફ્રિઝ માં મૂકવી. આ પ્રક્રિયા ને બે થી ત્રણ વાર કરવી જેથી ઘારી ઉપર ઘી નું જાડુ પડ બને.
- ત્યારબાદ ડ્રાય ફ્રૂટ થી શણગારી તૈયાર કરવું. થઈ ગઈ સુરતી ઘારી તૈયાર!
This recipe has been contributed by Margi Kunjan
Comments
Post a Comment