રાજકોટ ના ફેમસ ગ્રીન પુડલા
સામગ્રી:
૧ વાટકીલીલી ડુંગળી નો લીલો ભાગ
૧ વાટકી લીલી ડુંગળી નો સફેદ ભાગ
૧ વાટકી લીલી મેથી
૧ વાટકી લીલું લસણ
૧ વાટકી પાલક
૨ વાટકી કોથમરી
૧ મોટો ચમચો પીસેલા લીલા મરચાં
૩ વાટકી ચણાનો લોટ
મીઠું સ્વાદ મુજબ
This recipe has been contributed by Hina Pomal
રીત:
ચણાના લોટમાં બધી સામગ્રી મિક્સ કરી પાણી નાખી પુડલા માટે નો લોટ બનાવો ૧૫ મિનિટ સુધી રહેવા દો.
પછી નોનસ્ટિક તવા પર તેલ લગાવી પુડલા નો લોટ મૂકી ચમચા થી તવા પર પ્રસરવું. પછી પુડલા ની ફરતે ચમચી થી તેલ લગાવો પછી થોડી વારે પલટાવી ને બીજી બાજુ પણ શેકવા દો.
તૈયાર થઈ ગયો રાજકોટ નો ફેમસ ગ્રીન પુડલા તેને ગરમા ગરમ સર્વ કરો સાથે દહી/ સોસ/ અને લસણ ની ચટણી સાથે પીરસો.
This recipe has been contributed by Hina Pomal.
Comments
Post a Comment