Date & Peanut Laddu | ખજૂર સીંગ ના લાડુ
This recipe has been contributed by Jayhsri Budh
સામગ્રી:
૧) બી વગરનો ખજૂર 300 ગ્રામ
૨) શેકીને અધકચરા વાટેલા સીંગદાણા 250 ગ્રામ
૩) ઘી ચાર ચમચી
૪) સુઠ પાવડર અને ગંઠોડાનો પાવડર જરૂરિયાત મુજબ
સમય:- 15 મિનિટ
બનાવવાની રીત:
- સૌ પ્રથમ એક કઢાઈમાં ચાર ચમચી ઘી નાંખી ગરમ કરવું. ત્યારબાદ તેમાં ખજૂર નાખી બરાબર હલાવો. જ્યાં સુધી ખજૂર માંથી ઘી છુટું પડે નહીં ત્યાં સુધી હલાવતા રહેવું.
- ઘી છૂટું પડે ત્યાર બાદ તેમાં સૂંઠ પાઉડર અને ગંઠોડાનો પાઉડર નાખી મિક્સ કરવું. ત્યારબાદ તેમાં અધકચરા વાટેલા સીંગદાણા નાખીને બરાબર મિક્સ કરવું. આ મિશ્રણને ધીમા તાપે હલાવતા રહેવું.
- બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેની મિશ્રણને એક અલગ વાસણમાં કાઢી રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી રાખી મુકો. પછી તેના નાના નાના ગોળ લાડુ વાળવા. થઈ ગયા તૈયાર ખજૂર સીંગ ના લાડુ.
This recipe has been contributed by Jayhsri Budh
Comments
Post a Comment