પાપડ નું શાક


This recipe has been contributed by Sonam Hedav Soni.

સામગ્રી:
  • ટામેટુ - ૧ નંગ
  • ડુંગળી - ૧ નંગ
  • આદુ- મરચા ની પેસ્ટ - ૧ ચમચી
  • દહીં - ૨ ચમચી
  • અડદ ના પાપડ- ૨-૩ નંગ
  • મરચું પાવડર - અડધી ચમચી
  • હળદર પાવડર - અડધી ચમચી
  • રાઈ - જીરું - વઘાર માટે
  • ગરમ મસાલો - પા ચમચી(ઇચ્છાનુસાર)
  • હીંગ - ચપટી
  • તેલ - વઘાર માટે થોડું
  • કોથમીર ઝીણી સમારેલી
  • મીઠું સ્વાદાનુસાર
રીત:

 ૧ કઢાઈ માં તેલ મૂકી તેમાં રાઈ જીરું નાખો. પછી તેમાં હીંગ ઉમેરો. અને તેમાં ટમેટું , ડુંગળી અને આદુ મરચાની પેસ્ટ નાખો અને બધા મસાલા નાખો.
તેને થોડુ તેલ છૂટે ત્યાં સુધી થવા દો તેલ છૂટે પછી તેમાં થોડું પાણી નાખો અને દહીં નાખી હલાવો. 
ગ્રેવી ઘટ્ટ થાય ત્યારે તેમાં પાપડ ના ટુકડા કરી ને નાખો.અને ૨ મિનિટ ધીમા તાપ પર ઢાંકી ને રાખો. અને ઉપર કોથમીર ભભરાવી સર્વ કરો.

તૈયાર છે સ્વાદિષ્ટ શાક.


This recipe has been contributed by Sonam Hedav Soni.

Comments

Popular posts from this blog

Vegetables Chaupitas with Cilantro Rice

Kutchi Dabeli

Rajkot special Chapdi Undhiyu | રાજકોટનું જાણીતું ચપડી ઊંધિયું