Tal ni chikki | તલ ની ચીક્કી

શિયાળા ની ઠંડી નું મીઠી મીઠી તલ ની ચીકી દ્વારા સ્વાગત....હમમ... વાચી ને મો માં પાણી આવી ગયું ને...તો ચાલો જોઈએ કેવી રીતે બને તલ ની ચીકી ફટાફટ...



This recipe has been shared by Purvi Chintan Mehta Engineer.

સામગ્રી:

  • સફેદ તલ ૫૦૦ ગ્રામ
  • ચીકી નો ગોળ અંદાજીત ૫૦૦ થી  ૬૦૦ ગ્રામ
  • અડધી ચમચી તેલ - પ્લાસ્ટિક પર લાગવા માટે

સમય:  ફ્કત ૧૦  મિનિટ

રીત:
  • સૌપ્રથમ એક કઢાઈ માં તલ ને ગેસ પર ધીમા તાપે શેકો. તલ શેકાઈ જાય પછી તેને એક વાસણ માં કાઢી લો
  • તલ ઠંડા થાય ત્યાં સુધી ચીકી માટે ની આગળ જોઈતી વસ્તુ ની તૈયારી કરી લેવી - જેમકે બે પ્લાસ્ટિક ના કાગળ, તેમાં એક એક સાઈડ બંન્ને કાગળ પર તેલ લગાડો. વેલણ પર પણ તેલ લગાડી દો. એક વાર તેલ લગાડ્યા બાદ વારંવાર તેલ લગાડવું નહી
  •  હવે એક કઢાઈ લો તેને ગેસ પર ધીમા તપે મૂકો. તેમાં બે નાની ચમચી જેટલું પાણી નાખો. ત્યારબાદ તેમાં થોડોક (એક નાની પૌઆ ખાવાની  ચમચી) ગોળ નાખવો. તે બંને ને સતત હલાવતા રહો.. જ્યાં સુધી ગોળ માનું પાણી બળી જાય અને ગોળ નો રંગ બદલતો જસે. બધું ધીમા તાપે કરવું જેનું ખાસ ધ્યાન રાખવું
  • એક વાટકી માં પાણી રાખવું.. ગોળ પાક ચેક કરવા માટે તે ગોળ ના એક ટીપા ને તે પાણી ની વાટકી માં નાખવું. જો તે ગોળ નું ટીપુ કડક પતાશા જેવું થઈ જાય તો સમજાવો પાક બરાબર ચીકી નો થયો છે. જો ગોળ નું ટીપુ પાણી માં ઠીલું રહે તો હજી ગોળ નો પાક કાચો છે એમ સમજવો
  • ત્યારબાદ ધીમે ધીમે શેકેલા તલ તે ગોળ વાળા પાક માં નાખતું જાવું અને તવેતા થી હલાવતું જવું.બરાબર મિક્સ થાય  ત્યારે ગેસ બંધ કરી
  • તે મિશ્રણ ને તેલ લગાડેલા પ્લાસ્ટિક ના કાગળ પર નાખવું. પછી તેના ઉપર બીજું તેલ લગાડેલા પ્લાસ્ટિક નું કાગળ મૂકવું. ત્યારબાદ ફટાફટ ખાલી વાટકી ના પાછળ ના ભાગ થી તે મિશ્રણ ઉપર થપાવું. જેનાથી મિશ્રણ નો એક સરખો ગોળો થઈ વેલણ થી વણવા લાયક કરવો. તરત વેલણ થી વણવું. જેટલી ચીકી પાતળી વનાય ત્યાં સુધી વણવુ. મિશ્રણ ઠંડુ થાય તે પહેલાં વણી લેવું, જેનું ખાસ ધ્યાન રાખવું.
  • ત્યારબાદ ચાકુ વડે એક સરખા નાના ચોરસ ટુકડા કરવા. ટૂકડા પણ ગરમ માં કરશો તો ચીકી નો સેપ ચોરસ બનશે જો ઠંડી થાય પછી ટુકડા કરશો તો ચીકી ના ચોરસ ટૂકડા નહી થાય અને ચીકી નો ભૂકો થશે.થઈ ગઈ મીઠી ચીકી તૈયાર.
નોંધ:

() ચીકી બનાવવા માટે વપરાતા પ્લાસ્ટિક નું કાગળ જાડું અને ટ્રાન્સપરન્ટ લેવું.
() ચીકી નો પાક  હંમેશા ઓછો તલ અને  ગોળ નો કરવો. તો ચીકી પાતળી બનશ. જો વધારે તલ અને ગોળ નો કરશો તો ચીકી પાતળી થશે નહી.
() પાણી માં ચીકી નો પાક કરવાથી ચીકી લાંબા સમય સુધી એકબીજાને ચોટ્ટતી નથી.
() આપની તૈયાર થયેલી ચીકી  ઘી કે તેલ નો ઉપયોગ વગર બની છે.



tal ni chikki

tal ni chikki

This recipe has been shared by Purvi Chintan Mehta Engineer.


Comments

Popular posts from this blog

Vegetables Chaupitas with Cilantro Rice

Kutchi Dabeli

Rajkot special Chapdi Undhiyu | રાજકોટનું જાણીતું ચપડી ઊંધિયું