વડા પાવ | Vada Pav



This recipe has been contributed by Rajendra Solanki

Ingredients:

બટાટા બાફેલા - ૫૦૦ ગ્રામ
રાઈ - અડધી ચમચી
હીંગ - અડધી ચમચી
હળદર - અડધી ચમચી
લસણ - ૧૦ કળી
આદુ મોટો ટુકડો
મરચા ની પેસ્ટ (૧૦ નંગ)
મીઠું સ્વાદ મુજબ
એક મોટા લીંબુ નો રસ 
કોથમીર ઝીણી સમારેલી 
બ્રેડ ૪ કિનારી કાપેલી
ગ્રીન ચટણી એક વાટકી
લસણ ચટણી એક વાટકી
ચીઝ ની સ્લાઈસ - ૨ પીસ
વેસણનો લોટ - ૨૫૦ ગ્રામ
ચોખા નો લોટ - ૫૦ ગ્રામ
વઘારવા માટે સીંગતેલ
તળવા માટે તેલ

લોટ બાંધવા મીઠું,હીંગ,મરચું, હળદર સ્વાદ મુજબ લેવો.

રીત:
  • સૌ પ્રથમ બટાટા બાફી લેવા. ત્યાર બાદ વઘાર કરવા માટે બાઊલ માં સીંગતેલ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં રાઈ ઉમેરવી. હીંગ ઉમેરવી. લસણ, આદુ મરચા ની પેસ્ટ તેમાં ઉમેરી સોતરી લેવી. ત્યારબાદ તેમાં બાફેલા બટેટાનો માવો ઉમેરી સોતારી લેવો. 
  • બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરવી અને સ્વાદ મુજબ મીઠું ઉમેરવું. છેલે લીંબુ રસ ઉમેરી હળવી ને ગેસ પર થી ઉતારી લેવું અને ઠંડુ કરવા મૂકવું.
  • હવે બ્રેડ બે ની સ્લાઈસ લેવું એક માં ગ્રીન ચટણી લેયર બનાવવી અને બીજી માં લસણ ચટણી ની લેયર બનાવવી. હવે એક ચીઝ સ્લાઈસ મૂકી બને ચટણી વરી બાજુ થી એક ચીઝ વચ્ચે આવે તે રીતે મૂકવી. આ બ્રેડ ના ચપ્પુ થી ચાર કે છ પીસ કરી લેવા.
  • હવે જે બટાટા નો માવો ઠંડો થઈ ગયો હોઈ તેનો માવો હાથ માં લઇ તેમાં વચ્ચે આ ત્યાર કરેલ બ્રેડ નો પિસ મૂકી આજુબાજુ બટાટા નો માવો મૂકી વડું બનાવી લેવું. વધુ સમજણ માટે ફોટા મુકેલ છે તે જોવા.
  • આ વડા બની જાય એટલે વેસણ નો લોટ અને થોડો ચોખા નો લોટ મિક્સ કરી તેમાં મીઠું, મરચું, હીંગ અને હળદર થી ભજીયા નો લોટ બાંધી લેવો.
  • આ લોટ માં વડા તળી લેવા આછા બદામી રંગ ના થઈ ત્યાં સુધી તળી લેવા. 
  • આ વડા માં વચ્ચે થી ચપ્પૂ થી કટ કરવા સરજિકલ સ્ટ્રિક વડપાવ આપના માટે ત્યાર છે.  જે આપ ટોમેટો સોસ સાથે માણી શકો છો કારણ કે ગ્રીન ચટણી અને લસણ ચટણી વડા માં પહેલા થી જ ઉમેરેલી છે.










This recipe has been contributed by Rajendra Solanki

Comments

Popular posts from this blog

Vegetables Chaupitas with Cilantro Rice

Kutchi Dabeli

Rajkot special Chapdi Undhiyu | રાજકોટનું જાણીતું ચપડી ઊંધિયું