Rajkot special Chapdi Undhiyu | રાજકોટનું જાણીતું ચપડી ઊંધિયું


રાજકોટનું જાણીતું ચપડી ઊંધિયું - શિયાળાની વાનગી ખૂબ લોકપ્રિય છે.



This recipe has been contributed by Tanvi Bhut.


વ્યક્તિ માટે.
સામગ્રી:

·      રીંગણું: ૫૦૦ ગ્રામ
·      બટાટા: મોટા નંગ
·      વટાણા: ૫૦૦ ગ્રામ
·      તુવેર, વાલ, વાલોર: ૫૦૦ ગ્રામ
·      ગવાર: ૧૦૦ ગ્રામ
·      ફ્લાવર: ૨૫૦ ગ્રામ
·      ટામેટા: ૫૦૦ ગ્રામ
·      લીલી ડુંગરી: નંગ
·      લસણ: -૧૦ નંગ
·      કૌબી: ૨૫૦ ગ્રામ
·      ઘઉં નો લોટ: કિલોગ્રામ
·      તલ: ચમચી
·      જીરું: ચમચી
·      તમાલપત્રના પાન, સૂકા મરચાં: - નંગ
·      તેલ: કિલોગ્રામ
·      હિંગ: સ્વાદ અનુસાર
·      કોથમીર: શાક બન્યા બાદ છાંટવા


ઊંધિયું બનાવવાની રીત:

·      બધું શાક ઝીણું સમારવું.
·      તેલ ગરમ કરીને થોડું જીરું, તમાલપત્રના પાન, સૂકા મરચાં મૂકીને લસણ, ડુંગરી, ટામેટાનું વધાર કરવું.
·      તેમાં લાલ મરચું, મીઠું, થોડી હળદર, ગરમ મસાલો ઉમેરીને હલાલવવું.
·      થોડું ચડી ગયા પછી તમામ લીલા શાકભાજી ઉમેરવું. પછી પાછો મસાલો કરવો.
·      મરચું, મીઠું, ગરમ મસાલો ઉમેરીને ગ્લાસ પાણી ઉમેરવું.
·      કુકરમાં - સીટી કરીને ઉતારી લેવું.


ચાપડી બનાવવાની રીત:
·      ચાપડી બનાવવા માટે ઘઉં નો કરકરો લોટ લઇ તેમાં તલ, હિંગમીઠું, જીરું, તેલનું મોણ નાખવું. બધું ઉમેરીને કડક લોટ બાંધવો.
·      ત્યારબાદ તાવળો મુકીને તેલ ગરમ કરવું. બાંધેલા લોટ ના લુવા કરી, થોડું વણી, ધીમા તાપે તળી લેવી ને બ્રાવન રંગ ની થાય પછી પીરસવવી.
·      ચાપડી ઊંધિયું તળેલા લાલમરચાં, લીલી ડુંગરી, પાપડ, છાશ સાથે પીરસવું.

This recipe has been contributed by Tanvi Bhut.




Comments

Popular posts from this blog

Kutchi Dabeli