Posts

પાપડ નું શાક

Image
This recipe has been contributed by Sonam Hedav Soni. સામગ્રી: ટામેટુ - ૧ નંગ ડુંગળી - ૧ નંગ આદુ- મરચા ની પેસ્ટ - ૧ ચમચી દહીં - ૨ ચમચી અડદ ના પાપડ- ૨-૩ નંગ મરચું પાવડર - અડધી ચમચી હળદર પાવડર - અડધી ચમચી રાઈ - જીરું - વઘાર માટે ગરમ મસાલો - પા ચમચી(ઇચ્છાનુસાર) હીંગ - ચપટી તેલ - વઘાર માટે થોડું કોથમીર ઝીણી સમારેલી મીઠું સ્વાદાનુસાર રીત:  ૧ કઢાઈ માં તેલ મૂકી તેમાં રાઈ જીરું નાખો. પછી તેમાં હીંગ ઉમેરો. અને તેમાં ટમેટું , ડુંગળી અને આદુ મરચાની પેસ્ટ નાખો અને બધા મસાલા નાખો. તેને થોડુ તેલ છૂટે ત્યાં સુધી થવા દો તેલ છૂટે પછી તેમાં થોડું પાણી નાખો અને દહીં નાખી હલાવો.  ગ્રેવી ઘટ્ટ થાય ત્યારે તેમાં પાપડ ના ટુકડા કરી ને નાખો.અને ૨ મિનિટ ધીમા તાપ પર ઢાંકી ને રાખો. અને ઉપર કોથમીર ભભરાવી સર્વ કરો. તૈયાર છે સ્વાદિષ્ટ શાક. This recipe has been contributed by Sonam Hedav Soni.

Vegetables Chaupitas with Cilantro Rice

Image
This recipe has been contributed by Madhavi Mevcha. Ingredients for Veg. Chaupitas: Oil 2 tbsp Crushed garlic 2tbs Celery 1/2 tbsp Fn.ch.onion 3tbsp Zucchini cube cut 1/4 cup Broccoli florets 1/2 cup Baby corn 1/2 cup Dice cut bell paper1/2cup Dice cut onion 1/4 cup Black paper 1/4 tsp Chilly flakes 1tsp Oregano 1tsp Salt to taste Red hot sauce 2 cup White sauce 1/2 cup Fresh cream 1/4 cup Fn.ch.parsley 1tbsp Fn.ch.basil 1 tbsp Grated cheese 2 tbsp Capsico sauce 3 to 4 drops Resham pata paste (opt.) For colour 1tsp Cube cut paneer pieces 8 to 10 pieces Sugar to taste. Method: 1. Heat oil and add garlic celery, onion and saute it till it gets light brown then add broccoli,babycorn; zucchini,bell pepper and onion and saute it. After that add black pepper, chilly flakes, oregano and salt it for 1 min. 2. Now add red hot sauce, white sauce and fresh creme and mix it all ingredients properly and cook it for 2 to 3 min..After that add parsley, basil, grated cheese, capsicum

વડા પાવ | Vada Pav

Image
This recipe has been contributed by Rajendra Solanki Ingredients: બટાટા બાફેલા - ૫૦૦ ગ્રામ રાઈ - અડધી ચમચી હીંગ - અડધી ચમચી હળદર - અડધી ચમચી લસણ - ૧૦ કળી આદુ મોટો ટુકડો મરચા ની પેસ્ટ (૧૦ નંગ) મીઠું સ્વાદ મુજબ એક મોટા લીંબુ નો રસ  કોથમીર ઝીણી સમારેલી  બ્રેડ ૪ કિનારી કાપેલી ગ્રીન ચટણી એક વાટકી લસણ ચટણી એક વાટકી ચીઝ ની સ્લાઈસ - ૨ પીસ વેસણનો લોટ - ૨૫૦ ગ્રામ ચોખા નો લોટ - ૫૦ ગ્રામ વઘારવા માટે સીંગતેલ તળવા માટે તેલ લોટ બાંધવા મીઠું,હીંગ,મરચું, હળદર સ્વાદ મુજબ લેવો. રીત: સૌ પ્રથમ બટાટા બાફી લેવા. ત્યાર બાદ વઘાર કરવા માટે બાઊલ માં સીંગતેલ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં રાઈ ઉમેરવી. હીંગ ઉમેરવી. લસણ, આદુ મરચા ની પેસ્ટ તેમાં ઉમેરી સોતરી લેવી. ત્યારબાદ તેમાં બાફેલા બટેટાનો માવો ઉમેરી સોતારી લેવો.  બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરવી અને સ્વાદ મુજબ મીઠું ઉમેરવું. છેલે લીંબુ રસ ઉમેરી હળવી ને ગેસ પર થી ઉતારી લેવું અને ઠંડુ કરવા મૂકવું. હવે બ્રેડ બે ની સ્લાઈસ લેવું એક માં ગ્રીન ચટણી લેયર બનાવવી અને બીજી મ

Carrot Halwa | ગાજર નો હલવો

Image
This recipe has been contributed by Kalpana Kansara સામગ્રી: ગાજર - ૧ કિલો દૂધ - ૫૦૦ ગ્રામ ખાંડ - ૧ ૧/૨ કિલો માવો - ૧૦૦ ગ્રામ એલચી, કાજુ, બદામ ઇચ્છાનુસાર ઘી - ૧ કપ રીત: સૌ પ્રથમ ગાજર ને છીણી લેવા.એક વાસણ માં દૂધ ગરમ કરી તેમાં ગાજર નું છીણ બફવું.  દૂધ બળી જાય એટલે તેમાં ખાંડ નાખવી.ખાંડ ઓગળી જાય એટલે તેમાં ઘી નાખી થવા દેવું. દૂધ ને ખાંડ બળી જાય અને ઘી છૂટું પડે ત્યાં સુધી થવા દેવું. થઈ જાય એટલે એક બાઉલ માં કાઢી તેના પર કાજુ, બદામ અને એલચી ઉપર  નાખવા.  તૈયાર છે ગરમા ગરમ ગાજર નો હલવો! This recipe has been contributed by Kalpana Kansara

રાજકોટ ના ફેમસ ગ્રીન પુડલા

Image
સામગ્રી :  ૧ વાટકીલીલી ડુંગળી નો લીલો ભાગ ૧ વાટકી લીલી ડુંગળી નો સફેદ ભાગ ૧ વાટકી લીલી મેથી ૧ વાટકી લીલું લસણ ૧ વાટકી પાલક ૨ વાટકી કોથમરી ૧ મોટો ચમચો પીસેલા લીલા મરચાં ૩ વાટકી ચણાનો લોટ મીઠું સ્વાદ મુજબ This recipe has been contributed by Hina Pomal રીત:   ચણાના લોટમાં બધી સામગ્રી મિક્સ કરી પાણી નાખી પુડલા માટે નો લોટ બનાવો ૧૫ મિનિટ સુધી રહેવા દો.  પછી નોનસ્ટિક તવા પર તેલ લગાવી પુડલા નો લોટ મૂકી ચમચા થી તવા પર પ્રસરવું. પછી પુડલા ની ફરતે ચમચી થી તેલ લગાવો પછી થોડી વારે પલટાવી ને બીજી બાજુ પણ શેકવા દો. તૈયાર થઈ ગયો રાજકોટ નો ફેમસ ગ્રીન પુડલા તેને ગરમા ગરમ સર્વ કરો સાથે દહી/ સોસ/ અને લસણ ની ચટણી સાથે પીરસો. This recipe has been contributed by Hina Pomal.

Date & Peanut Laddu | ખજૂર સીંગ ના લાડુ

Image
This recipe has been contributed by Jayhsri Budh સામગ્રી: ૧) બી વગરનો ખજૂર 300 ગ્રામ ૨) શેકીને અધકચરા વાટેલા સીંગદાણા 250 ગ્રામ ૩) ઘી  ચાર ચમચી ૪) સુઠ પાવડર અને ગંઠોડાનો પાવડર જરૂરિયાત મુજબ સમય:- 15 મિનિટ   બનાવવાની રીત: સૌ પ્રથમ એક કઢાઈમાં ચાર ચમચી ઘી નાંખી ગરમ કરવું. ત્યારબાદ તેમાં ખજૂર નાખી બરાબર હલાવો. જ્યાં સુધી ખજૂર માંથી ઘી છુટું પડે નહીં  ત્યાં સુધી હલાવતા રહેવું.  ઘી છૂટું પડે ત્યાર બાદ તેમાં સૂંઠ પાઉડર અને ગંઠોડાનો પાઉડર નાખી મિક્સ કરવું. ત્યારબાદ તેમાં અધકચરા વાટેલા સીંગદાણા નાખીને બરાબર મિક્સ કરવું. આ મિશ્રણને ધીમા તાપે હલાવતા રહેવું. બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેની મિશ્રણને એક અલગ વાસણમાં કાઢી રૂમ ટેમ્પરેચર  પર આવે ત્યાં સુધી રાખી મુકો. પછી તેના નાના નાના ગોળ લાડુ વાળવા. થઈ ગયા તૈયાર ખજૂર સીંગ ના લાડુ. This recipe has been contributed by Jayhsri Budh

Gobi Paneer Cheese Paratha | કોબી ચીઝ પનીર પરોઠા

Image
This recipe has been contributed by Nina Chhatrala. સામગ્રી: * પરોઠા નો લોટ બનાવવાની રીત: ૧) ઘઉનો લોટ -500 ગ્રામ ૨) ત્રણ કપ પાણી (જોઈએ તે પ્રમાણે) ૩) તેલ 5 ચમચી ૪) મીઠુ સ્વાદ અનુસાર * સ્ટફિંગ બનાવવાની રીત: ૧) કોબીજ- ૧૦૦ ગ્રામ ૨)  સમારેલું કેપ્સિકમ ૧ નંગ ૩)  ઝીણા સમારેલા લીલા મરચા 3 નંગ ૪) ઝીણા સમારેલા ડુંગળી 2 નંગ ૫) ઝીણુ સમારેલા ટામેટા 3 નંગ ૬) ઝીણી સમારેલી કોથમીર ૫૦ ગ્રામ ૭) છીણેલું પનીર ૫૦ ગ્રામ ૮) છીણેલું ચીઝ 50 ગ્રામ ૯) જીરા નો ભૂકો ૧ ચમચી ૧૦) કાળા મરી નો ભૂકો અડધી ચમચી ૧૧) મીઠુ સ્વાદ અનુસાર પૂર્વ તૈયારી નો સમય: ૧૫ મિનિટ બનાવવાનો સમય:- ૩૦ મિનિટ કુલ 8 પરાઠા બનશે  પરોઠા બનાવવાની રીત: સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ લઈ તેમાં તેલનું મોણ નાખી લોટ બાંધવો. તે લોટને 15 મિનીટ સુધી ઢાંકીને રાખી મૂકો. ત્યારબાદ સ્ટફિંગ બનાવવા માટે એક વાસણમાં છીણેલું કોબીજ, કેપ્સીકમ, લીલુ મરચુ ,ડુંગળી, ટમેટા, કોથમીર, પનીર ,ચીઝ ને મિક્સ કરો. તેમાં સ્વાદ અનુસાર મીઠું ,જીરાનો ભૂકો અને કાળા મરીનો ભૂકો નાખો. પછી તે મિશ્રણને બરાબર હલાવો. ત્યારબાદ લોટના લૂઆ કરી