Gobi Paneer Cheese Paratha | કોબી ચીઝ પનીર પરોઠા
This recipe has been contributed by Nina Chhatrala. સામગ્રી: * પરોઠા નો લોટ બનાવવાની રીત: ૧) ઘઉનો લોટ -500 ગ્રામ ૨) ત્રણ કપ પાણી (જોઈએ તે પ્રમાણે) ૩) તેલ 5 ચમચી ૪) મીઠુ સ્વાદ અનુસાર * સ્ટફિંગ બનાવવાની રીત: ૧) કોબીજ- ૧૦૦ ગ્રામ ૨) સમારેલું કેપ્સિકમ ૧ નંગ ૩) ઝીણા સમારેલા લીલા મરચા 3 નંગ ૪) ઝીણા સમારેલા ડુંગળી 2 નંગ ૫) ઝીણુ સમારેલા ટામેટા 3 નંગ ૬) ઝીણી સમારેલી કોથમીર ૫૦ ગ્રામ ૭) છીણેલું પનીર ૫૦ ગ્રામ ૮) છીણેલું ચીઝ 50 ગ્રામ ૯) જીરા નો ભૂકો ૧ ચમચી ૧૦) કાળા મરી નો ભૂકો અડધી ચમચી ૧૧) મીઠુ સ્વાદ અનુસાર પૂર્વ તૈયારી નો સમય: ૧૫ મિનિટ બનાવવાનો સમય:- ૩૦ મિનિટ કુલ 8 પરાઠા બનશે પરોઠા બનાવવાની રીત: સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ લઈ તેમાં તેલનું મોણ નાખી લોટ બાંધવો. તે લોટને 15 મિનીટ સુધી ઢાંકીને રાખી મૂકો. ત્યારબાદ સ્ટફિંગ બનાવવા માટે એક વાસણમાં છીણેલું કોબીજ, કેપ્સીકમ, લીલુ મરચુ ,ડુંગળી, ટમેટા, કોથમીર, પનીર ,ચીઝ ને મિક્સ કરો. તેમાં સ્વાદ અનુસાર મીઠું ,જીરાનો ભૂકો અને કાળા મરીનો ભૂકો નાખો. પછી તે મિશ્રણને બરાબર હલાવો. ત્યારબાદ...